ગાંધીનગર : અડાલજમાં શેરથા ચોકડી નજીક અચાનક કારમાં લાગી આગ, જુઓ વીડિયો
ગાંધીનગરના અડાલજમાં શેરથા ચોકડી નજીક કારમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. જો કે સદનસીબે કારચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગાંધીનગરમાં આગ લાગવાની ઘટના બની છે. ગાંધીનગરના અડાલજમાં શેરથા ચોકડી નજીક કારમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. જો કે સદનસીબે કારચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.આ કાર અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક કારમાં લાઈટિંગ બંધ થયા બાદ આગ લાગી હતી.
બીજી તરફ ભરુચના દહેજ ના જોલવા ગામ પાસે ગોકુલધામ સોસાયટીમાં પાર્ક ઇકો કાર અને બાઈકમાં આગ લગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં બંને વાહનો સળગી ગયા હતા. અચાનક વાહનોમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
