ગુજરાતમાં ટેસ્લા મુદ્દે કેબિનેટ પ્રધાનનું નિવેદન, કહ્યું- ટેસ્લા સાથેની બિઝનેસ ડીલ પાઇપ લાઇનમાં

ગુજરાતમાં ટેસ્લા મુદ્દે કેબિનેટ પ્રધાનનું નિવેદન, કહ્યું- ટેસ્લા સાથેની બિઝનેસ ડીલ પાઇપ લાઇનમાં

| Edited By: | Updated on: Jan 05, 2024 | 5:52 PM

ટેસ્લાને લઇને હવે કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, ટેસ્લા સાથેની બિઝનેસ ડીલ પાઇપ લાઇનમાં છે. આ પહેલા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું. તો ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્ક ગુજરાતને લઇને આશાવાદી છે.

ગુજરાતમાં વર્ષ 2024ની સૌથી મોટી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. 9 થી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, ત્યારે આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. તો ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્ક પણ આ સમિટમાં હાજરી આપશે, ત્યારે એવી પુરેપુરી શક્યતાઓ છે કે ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાતમાં સરકાર સાથે MOU કરી શકે છે અને રાજ્યમાં ટેસ્લાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે.

આ બધી અટકળો વચ્ચે ટેસ્લાને લઇને હવે કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, ટેસ્લા સાથેની બિઝનેસ ડીલ પાઇપ લાઇનમાં છે. આ પહેલા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું. તો ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્ક ગુજરાતને લઇને આશાવાદી છે.

આ પણ વાંચો વાયબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટ અમદાવાદમાં કરશે રોડ શો, જુઓ વીડિયો