Surat: સરકારી જમીન પર બંધાયેલા મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટેનો ઇનકાર

હવે સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસા દૂર થઇ શકે છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે મદરેસાને સુરત કોર્પોરેશન તોડી શકે છે. ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 8:07 PM

Surat: હવે સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં (Illegal construction) આવેલા મદરેસા દૂર થઇ શકે છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે મદરેસાને (Madrasa) સુરત કોર્પોરેશન તોડી શકે છે. કારણ કે, ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટે (Gujarat High Court) ઇનકાર કરી દીધો છે. સરકારી જગ્યા પર ઉભા કરાયેલા બાંધકામ હટાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટિસમાં હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. જેથી હવે હાઇકોર્ટના હુકમ બાદ મદરેસા સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, સુરતમાં ગોપી તળાવના વિકાસ માટે સંપાદિત થયેલી જગ્યામાં ખોટી રીતે મદરેસા બનાવવામાં આવ્યાં હોવાની કોર્પોરેશને હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્પોરેશન તરફથી રજૂઆત કરાવામાં આવી હતી કે, અરજદારોએ મદરેસાના નામે ખોટી રીતે વકફ પ્રોપર્ટી દર્શાવી બાંધકામ કર્યું છે.

અલગ અલગ નામ સરનામાં બદલીને ભાગતા ફરતા આરોપીને સુરત પોલીસે 21 વર્ષ પછી દબોચી લીધો

સુરત શહેરમાં 21 વર્ષ પહેલા પાંડેસરા પો.સ્ટેના ચર્ચાસ્પદ મર્ડરની ઘટના બની હતી અને તે ગુનામાં નાસતા ફરતા આરોપીને એક બે નહિ પણ 21 વર્ષ બાદ સુરતની સચીન GIDC પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો. સુરત પોલીસનું ક્લિનચિટ અભિયાન ને લઈને પડતર ગુના ઉકેલવા માટે સુરત પોલીસ એક મહિનાથી કામે લાગી ગઈ છે ત્યારે 21 વર્ષ પહેલાં થયેલ હત્યાનો ભેદ આજે ઉકેલાયો છે.સુરત પોલીસ દ્વારા આ જે અભિયાન શરૃ કરવામાં આવ્યું છે તેમાં અત્યાર સુધી છેલ્લા બે મહિનામાં વર્ષો પહેલાના ગુનામાં સંડોવાયેલા ઈસમો પકડાઈ રહ્યા છે અને ગુજરાત માં આવા ઇસમોને પકડવા સુરત શહેર પોલીસ ની કામગીરી વધારે હશે તો નવાઈ પણ નહીં.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">