જાસુસીકાંડમાં BSFના કોન્સ્ટેબલ સજ્જાદ મોહમંદના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા

સજ્જાદ મોહમંદ ખોટી જન્મ તારીખના આધારે BSFમાં જોડાયો હતો અને પાકિસ્તાની સૈન્યને પોતાના મોબાઇલ ફોન દ્વારા ગુપ્ત માહિતીની આપલે કરતો હતો.

જાસુસીકાંડમાં BSFના કોન્સ્ટેબલ સજ્જાદ મોહમંદના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા
BSF constable spied for Pakistan, Bhuj court grants 10 day remand of accused

KUTCH : કચ્છમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સમાં ફરજ બજાવતા સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ જાસુસીકાંડમાં ઝડપાયો છે અને તેની વધુ પુછપરછ માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે ભુજ કોર્ટમાં રજુ કરાયો હતો, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ દરમિયાન જવાનને સાથે રાખીને અમદાવાદ સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવશે. ગુજરાત ATSએ કરેલી BSFના કોન્સ્ટેબલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.કોન્સ્ટેબલ સજ્જાદ પાકિસ્તાની સંસ્થા ISIના ઓફિસરનો હેન્ડલર અને ઓફિસરનો સંબંધી હોવાનું બહાર આવ્યું હતું. BSF કોન્સ્ટેબલ સજ્જાદ ત્રિપુરામાં હતો ત્યારથી તેના પર શંકા હતી અને BSFની ઇન્ટેલિજન્સ વિંગની નજરમાં હતો. પુછપરછને આધારે તે પાકિસ્તાનનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSને મળેલી જાણકારી મામલે સજ્જાદ મોહમંદની તપાસ કરવામાં આવી, જેમાં ખુલાસો થયો કે તે ખોટી જન્મ તારીખના આધારે BSFમાં જોડાયો હતો અને પાકિસ્તાની સૈન્યને પોતાના મોબાઇલ ફોન દ્વારા ગુપ્ત માહિતીની આપલે કરતો હતો.BSF જવાનનું પાકિસ્તાની સૈન્ય સાથે કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુજરાત ATS દ્વારા સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નેવી જાસુસીકાંડમાં અલતાફહુસેન ઘાંચીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થયા મોટા ખુલાસાઓ

આ પણ વાંચો : 6 દિવસના બાળકને શોધવામાં વડોદરા પોલીસને મળી મોટી સફળતા, જાણો ક્યાંથી મળી આવ્યું બાળક

Click on your DTH Provider to Add TV9 Gujarati