એવોર્ડ મુદ્દે આરપાર: નરેશ પટેલને પદ્મશ્રી મુદ્દે ભરતસિંહ સોલંકીના નિવેદન પર બ્રિજેશ મેરજાનો વળતો પ્રહાર

Rajkot: નરેશ પટેલને પદ્મ શ્રી આપવા મુદ્દે ભરતસિંહ સોલંકીના પ્રશ્ન પર ભાજપ નેતા બ્રિજેશ મેરજાએ વળતો જવાબ આપ્યો છે. ચાલો જાણીએ શું કહ્યું બ્રિજેશ મેરજાએ.

Rajkot: રાજ્યમાં અવોર્ડ (Award) મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ (Bharatsingh solanki) આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે કંગના રનૌતને અવોર્ડ આપ્યો તો એના બદલે સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ એવા ખોડલધામના નરેશ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવો જોઇએ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આ નિવેદનનો હવે જવાબ ભાજપ મંત્રીએ જવાબ આપ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ સીધી રીતે જવાબ આપવાનું ટાળ્યું છે. બ્રિજેશ મેરજાએ નરેશ પટેલ પાટીદાર સમાજના નેતા હોવાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અમે કોઈ રાજકીય અવલોકનો કરવાના નથી. અને નરેશભાઈ પટેલ અમારા સમાજના સન્માનનીય નેતા છે અને રહેશે.

સમગ્ર મુદ્દે વાત કરીએ તો કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલની બેઠકને ઔપચારિક મુલાકાત ગણાવી હતી. મહત્વનું છે કે જાન્યુઆરીમાં ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ત્યારે તે પહેલા કોંગ્રેસના નેતા સાથેની ગુફ્તગુ ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

ખોડલધામ ખાતેની મુલાકાત દરમિયાન ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી આપવાની માંગ કરી હતી.ભરતસિંહે કહ્યું હતુ કે ભાજપ સરકાર જો કંગના રાણાવતને પદ્મશ્રી આપતી હોય તો નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? નરેશ પટેલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સામાજિક અને ઘાર્મિક કામ કરે છે.સમાજમાં તેનું માન સન્માન અને પ્રતિષ્ઠા તથા મોભો છે તો તેમને પદ્મશ્રી મળવો જોઇએ તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: GANDHINAGAR : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ગર્વથી કહીએ છીએ કે કાશ્મીર આપણું છે”

આ પણ વાંચો: AHMEDABAD : CM ભુપેન્દ્ર પટેલે કહ્યું, કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati