AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચમાં સિરાજનો શિકાર બનેલી વધુ એક હિન્દુ વિદ્યાર્થીની પોલીસ પાસે પહોંચી, યુવતીને Blackmail કરી પાયમાલ કરવાનું કાવતરું ઘડાયું હતું, જુઓ Video

Breaking News : ભરૂચમાં સિરાજનો શિકાર બનેલી વધુ એક હિન્દુ વિદ્યાર્થીની પોલીસ પાસે પહોંચી, યુવતીને Blackmail કરી પાયમાલ કરવાનું કાવતરું ઘડાયું હતું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:56 AM
Share

Breaking News : ભરૂચ(Bharuch)માં લવ જેહાદ(Love Jihad)ની હીન માનસિકતાનો વધુ એક  મામલો સામે આવ્યો છે. 3 બાળકોના પિતા સિરાજ પટેલે હિન્દૂ યુવાન તરીકે વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી  યુવતીને Blackmail કરી આર્થિક અને શારીરિક રીતે પાયમાલ કરવાનું કાવતરું ઘડાયું હોવાની સિરાજ સામે બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Breaking News : ભરૂચ(Bharuch)માં લવ જેહાદ(Love Jihad)ની હીન માનસિકતાનો વધુ એક  મામલો સામે આવ્યો છે. 3 બાળકોના પિતા સિરાજ પટેલે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી  યુવતીને Blackmail કરી  આર્થિક અને શારીરિક રીતે પાયમાલ કરવાનું કાવતરું ઘડાયું હોવાની સિરાજ સામે બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સિરાજ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ

સિરાજ પટેલે વધુ એક યુવતીને શિકાર બનાવાઈ હોવાનો કિસ્સો સામે આવતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે.  ભરૂચ શહેરના એક પોલીસ સ્ટેશનમાં આ મામલે બીજો ગુનો દાખલ કરાયો છે. આ ફરિયાદમાં શારીરિક શોષણ સાથે બ્લેકમેલિંગ કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ભરૂચ રૂરલ બાદ શહેર પોલીસે આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

હિન્દુ યુવતીઓને શિકાર બનાવી

સિરાજના ગુનાહિત માનસ ઉપર નજર કરવામાં આવે તો આ શખ્શ મુસ્લિમ અને 3 બાળકોનો પિતા હોવા છતાં અસલ ઓળખ છુપાવી અપરણિત હિન્દુ યુવક તરીકે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી હિન્દુ વિદ્યાર્થીનીઓને ફસાવતો હતો. અલગ અલગ નામથી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવે છે. ટૂંકા સમયમાં આ શખ્શનો શિકાર બનેલી વધુ એક યુવતી પોલીસ પાસે પહોંચી છે.

સિરાજે હિન્દુ બહુનામ ધારણ કરી બળાત્કાર ગુજાર્યો

4 ઓગસ્ટે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તે પીડિતા સાથે મેહુલ પટેલ તરીકે ઓળખ આપી મિત્રતા બાંધી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ બાદ 9 ઓગસ્ટ ભરૂચ શહેરના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતાને ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી પ્રેમમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો.

Blackmail કરી પૈસા પડાવ્યા

સિરાજ પટેલે વિદ્યાર્થીની સાથે ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી ભરૂચની સ્ટેશનરોડની હોટલમાં નાસ્તો કરવાના બહાને લઈ જઈ  બળજબરીથી બળાત્કાર ગુજારી અશ્લીલ તસ્વીર ખેંચી  હતી. આ બાદ સમયાંતરે આ તસ્વીર વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો હતો.

બીજી પત્ની તરીકે લગ્ન કરવા દબાણ કર્યું

પીડીતાએ પોલીસને જણાવ્યું હતું કે એકદિવસ આરોપીએ પીડિતાને  કામના બહાને મળવા બોલાવી હતી. ગૌતમ વસાવા  તરીકે પ્રેમ સંબંધ બાંધનાર વ્યક્તિ મુસ્લિમ પહેરવેશમાં મળવા આવ્યો હતો. આ શખ્શે પોતે હિન્દુ નહિ મુસ્લિમ હોવાનો ઘટસ્ફોટ કરી પોતાનું નામ ગૌતમ નહીં પણ સિરાજ પટેલ હોવાનું જણાવ્યું હતું. આ શખ્શે મુસ્લિમ ધર્મમાં ચાર લગ્નની પરવાનગી હોવા સાથે બીજી પત્ની તરીકે સાથે આવવા યુવતીને દબાણ કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

Published on: Aug 11, 2023 08:03 AM
g clip-path="url(#clip0_868_265)">