બનાસકાંઠાઃ મહિના પહેલા જ નાંખવામાં આવેલ સૌની યોજનાની પાઈપલાઈન તૂટતા ગાબડું, ભ્રષ્ટાચારનો આરોપ
બનાસકાંઠાના પાલનપુર પાટણ માર્ગ પર કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટ વહિવટ સામે આવ્યો છે. હજુ તો એક મહિના પહેલાં જ નાખવામાં આવેલી પાઇપ લાઇનમાં ભંગાણ પડતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. સ્થાનિકોમાં ભ્રષ્ટચાર રાજને લઈ રોષ ફેલાયો છે. સ્થાનિકોએ યોગ્ય રીતે કામ નહીં થયુ હોંવાને લઈ ભંગાણ સર્જાતા રોડ પર ગાબડું પડ્યુ હોવાનો આરોપ મુક્યો હતો.
સરકારની સૌની યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાના કસરા થી વડગામ તાલુકામાં અને દાંતીવાડા સુધી ગામેગામ તળાવ ભરવા માટે પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પાલનપુર પાટણ માર્ગ પર પાઇપ લાઇન તૂટી જતા રોડ બેસી ગયો હતો. અચાનક રોડ બેસી જતા અકસ્માત પણ સર્જાયો હતો. પાઇપલાઇનના કામને માત્ર એક માસ જ થયો છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને હલકી ગુણવત્તાવાળા કામને કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ
ભ્રષ્ટ વહિવટી તંત્રના કારણે સ્થાનિકોને ભોગવવાનો વારો આવ્યો છે. હજુ તો આ લાઇન શરૂ પણ થઇ નથી અને પાઇપમાં ભંગાણ પડ્યું છે. જો પાઇપલાઇન શરૂ થઇ હોય તો આસપાસના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોત. સ્થાનિકોની માગ છે કે અહીં કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટ રાજ સામે કાર્યવાહી કરવામાં આવે.
