Botad : કેમ નથી અટકી રહ્યો નેતાઓનો નિયમ ભંગ ?

કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા નિયમ ભંગની યાત્રા સાબિત થઇ. બોટાદના રાણપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી.

Botad : કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા નિયમ ભંગની યાત્રા સાબિત થઇ. બોટાદના રાણપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી. અને નિયમોનો ઉલાળ્યો વાળ્યો. એટલું જ નહીં ફૂડ પેકેટની વહેંચણીમાં પણ લોકોએ ભારે પડાપડી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જે ભાજપની રૂપાણી સરકાર નિયમ પાલનની વાતો કરે છે. તે જ ભાજપ સરકારના નેતાઓની હાજરીમાં નિયમોની ઐસીતૈસી થઇ. ભાજપની આ યાત્રામાં સર્જાયેલા દ્રશ્યો કોરોનાની ત્રીજી લહેરને નોતરા સમાન હતા. જોકે એકપણ નેતાને નિયમ પાલનની બુદ્ધિ ન સુજી. ત્યારે આશીર્વાદ યાત્રામાં જો આવી જ રીતે નિયમ ભંગ થતો રહેશે તો કદાચ કોરોનાની ત્રીજી લહેરને આવતા અટકાવવાના સરકારના પ્રયાસો પર પાણી ફરી વળશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati