Botad Hooch Tragedy : ગામના સરપંચ જીગર ડુંગરાણીના પિતા ધર્મેન્દ્ર ડુંગરાણીની ક્રાઇમ કુંડળી સામે આવી

બોટાદના(Botad)  રોજીદ ગામના સરપંચ જીગર ડુંગરાણીના પિતા ધર્મેન્દ્ર ડુંગરાણીની ક્રાઇમ કુંડળી સામે આવી છે. જેમાં સરપંચના પિતા ધર્મેન્દ્ર અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 27, 2022 | 5:36 PM

બોટાદના(Botad)  રોજીદ ગામમાં થયેલા કેમિકલકાંડ કેસ (Hooch Tragedy) બાદ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ગામમાં અનેક લોકોના મોત થતાં સરપંચ(Sarpanch)  સામે ગામના લોકોની નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં અરજી કર્યા બાદ સરપંચ પોલીસ સમક્ષ આવતા નહોતા તેથી લોકોમાં નારાજગી જોવા મળી છે. તેમજ આ દરમ્યાન ગામના સરપંચ જીગર ડુંગરાણીના પિતા ધર્મેન્દ્ર ડુંગરાણીની ક્રાઇમ કુંડળી સામે આવી છે. જેમાં સરપંચના પિતા ધર્મેન્દ્ર અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. જેમાં મળતી માહિતી મુજબ ભાવનગરના નીલમ બાગ પોલીસ સ્ટેશનમાં નકલી નોટો બનાવવાના ગુનામાં ધર્મેન્દ્ર ઝડપાઇ ચુક્યો છે.

તેમજ વર્ષ 2007માં સરપંચનો પિતા ઝડપાયા હતા. તેમજ તેમને સાત વર્ષની સજા પડી હતી. જ્યારે ભાવનગર પીજીવીસીએલમાં 16થી 17 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિસિટી ચોરીમાં ઝડપાઇ ચુક્યા છે. જેમાં રોજીદ ગામના વિનુ કાવીઠિયાની સુરતમાં જમીન ખરીદવાની ઈચ્છા રાખનાર સરપંચના પિતા વિનુ સામે પોલીસમાં ખોટી અરજીઓ કરાવતા હતા. તેમજ સરપંચના પિતા વિનુને પોલીસ દ્વારા પ્રોહીબિશનના કેસ કરાવી જેલમાં પુરાવી દેવાની ધમકી આપતા હોવાનું પોલીસને માહિતી મળી છે.

બોટાદ ઝેરી દારૂકાંડ કેસમાં  અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં મિથેનોલ  આપનારા વ્યક્તિ અને મદદગારી કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ પકડાયેલા આરોપી બરવાળા અને બોટાદના રહેવાસી છે. જેમાં હાલ સુધી બરવાળા ઝેરી દારૂ કાંડમાં મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી સરટી હોસ્પિટલમાં કુલ 97 દર્દીઓને લવાયા. જેમાંથી 18 વ્યક્તિના મોત થયા છે અને 80 લોકો સારવાર હેઠળ છે.. ભાવનગર અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે.

(With Input, Harin Matravadia, Ahmedabad) 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati