Botad : વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર, પાક બચાવવા સિંચાઇ માટે પાણીની માંગ

બોટાદના રાણપુરના ઉમરાળા ગામના ખેડૂતોએ શીતળા તળાવ ભરવાની માગણી કરી છે. જો આ તળાવ ભરાય તો આસપાસના 8થી 10 ગામના ખેડૂતોની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 7:11 PM

ગુજરાત(Gujarat) માં બોટાદ(Botad) ના રાણપુર પંથકમાં મેઘરાજા રિસાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. જેમાં રાણપુર પંથકમાં મગફળી, કપાસ, તલ, શાકભાજી સહિતના પાક પાણીના અભાવે બળી જવાની તૈયારીમાં છે. રાણપુરના ઉમરાળા ગામના ખેડૂતોએ શીતળા તળાવ ભરવાની માગણી કરી છે.

જો આ તળાવ ભરાય તો આસપાસના 8થી 10 ગામના ખેડૂતોની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળી શકે છે. તેમજ ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિથી સરકાર પાસે યોગ્ય વળતરની પણ માગણી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારો હજી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે

જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં બનાસકાંઠાના કાંકરેજમાં 7 ટકા, થરાદમાં 10 ટકા, અમીરગઢમાં 24 ટકા જ વરસાદ પડ્યો છે. પાટણના સાંતલપુરમાં 14 ટકા, સતલાસણા 20 ટકા જ વરસાદ હજુ સુધી પડ્યો છે.ગાંધીનગર, દહેગામની સાથે જ સાબરકાંઠાના ભિલોડામાં 15 અને ઈડરમાં 25 ટકા વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હજી કોરાધાકોર જ છે. અમદાવાદના ધોલેરા અને માંડલમાં સિઝનનો 20 થી 21 ટકા વરસાદ પડ્યો છે. તો ખેડાના ગળતેશ્વર અને ઠાસરામાં 12 ટકા જ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે..પંચમહાલના કાલોલ, બાલાસિનોર અને દાહોદના ઝાલોદમાં પણ સરેરાશ 22થી 25 ટકા જ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે મેઘમહેર થઈ રહી છે.પરંતુ સુરેન્દ્રનગરના દસાડામાં 17 ટકા, ધ્રાંગધ્રામાં 16 ટકા અને લિંબડીમાં 19 ટકા જ વરસાદ પડ્યો છે. જામનગરમાં 18 ટકા, દ્વારકામાં 30 અને પોરબંદરમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે..તો જંગલ વિસ્તાર ગીર-ગઢડા 22 ટકા, શિહોરમાં 22 ટકા, રાણપુરમાં પણ 26 ટકા જ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :  AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

આ પણ  વાંચો : Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">