Ahmedabad માં સમાવાયેલા બોપલ -ઘુમાનો વિકાસ આ કારણે અટવાયો

બોપલ-ઘુમા)વિસ્તારનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે મહિના પહેલા સમાવેશ કરાયો હતો. પરંતુ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)એ નવા ભળેલા વિસ્તારની ફાઈલો કોર્પોરેશનને પહોંચાડી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 2:07 PM

અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકાના વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે . તેમજ નવા સમવાયેલા વિસ્તારોને પ્રાથમિક સુવિધા આપવાના પ્રશ્નો સતત વધી રહ્યા છે. જેમાં બોપલ-ઘુમા(Bopal)વિસ્તારનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે મહિના પહેલા સમાવેશ કરાયો હતો. પરંતુ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)એ નવા ભળેલા વિસ્તારની ફાઈલો કોર્પોરેશનને પહોંચાડી નથી.

જેના લીધે નવા ભળેલા બોપલ-ઘુમા વિસ્તારના બિલ્ડરોના અનેક પ્લાન અટવાયા છે. તેમજ 1 હજારથી વધુ ફાઈલો અટવાતા પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ આ વિસ્તારના રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટના કામો પણ ખોરંભે ચડતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

આ ઉપરાંત , અમદાવાદના મોટાભાગના રસ્તાઓ પર ખાડારાજ છે. પરંતુ બોપલ અને સાઉથ બોપલની સ્થિતિ સૌથી વિકટ છે. જો બોપલ વિસ્તારમાં રહેતા હોય અને ઘરની બહાર નીકળવાનું થાય કે કામ અર્થે બોપલમાંથી પસાર થવાનું થાય તો ખાસ સાચવજો. જેમાં ગાલા જીમખાના રોડ હોય કે સફલ પરિસર કે પછી સાઉથ બોપલનો મુખ્ય માર્ગ હોય. આ તમામ રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે.

એવું નથી કે ચોમાસામાં જ આવી દશા હોય છે. સ્થાનિકોના મતે પાછલા એક વર્ષથી ખાડારાજ છે. બાંધકામ સાઈટની ટ્રકો પસાર થતી હોવાથી રસ્તા તૂટી જાય છે. આ તૂટેલા રસ્તાથી વાહનોને ભારે નુકસાન પહોંચે છે તો નાના-મોટા અકસ્માતનો પણ ખતરો રહે છે.

આ પણ વાંચો : Vadodara સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધીશો વચ્ચે સંઘર્ષનો કેસ, બે કેદીઓને હોસ્પિટલમાં લવાયા

આ પણ વાંચો : Girsomnath : ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ, ખેડૂતોની ઉંઘ હરામ થઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">