Breaking News : બોલીવૂડ સંગીતકાર સચીન સંઘવીની ધરપકડ, જાતીય શોષણનો આરોપ
બોલીવૂડની જાણીતી સંગીતકારની જોડી સચિન-જીગરના સચિન સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. સચિન સંઘવી પર જાતીય સતામણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, સચિન સંઘવીએ એક મહિલાને કામ અપાવવાના બહાને તેની જાતીય સતામણી કરી હતી.
બોલિવૂડમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં, લોકપ્રિય સંગીતકારની જોડી સચિન-જીગરના સચિન સંઘવીની પોલીસે જાતીય સતામણીના આરોપ માટે ધરપકડ કરી છે. એક મહિલાને કામ આપવાના બહાને જાતીય સતામણી કરી હતી. સચિન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોતાની ફરિયાદમાં, આરોપ લગાવ્યો છે કે સચિન સંઘવીએ કારકિર્દીમાં મદદ અને લગ્નનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેણીને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી હતી.
એક મહિલાએ સચિન સામે અનેક આરોપો લગાવ્યા છે. પોલીસે પુષ્ટિ આપી છે કે સ્ત્રી 2 અને ભેડિયા સહિત અનેક ફિલ્મો માટે સંગીત આપનાર સચિન સંઘવી સામે આ આરોપો એક ગાયિકા હોવાનો દાવો કરતી મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે. ફરિયાદી ગાયીકાએ પોલીસને જણાવ્યા મુજબ, બંને 2024 માં સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. ત્યારબાદ તેમની વાતચીત વધતી ગઈ, જે આખરે પ્રેમ સંબંધમાં પરિણમી. પછી બન્ને વચ્ચે મુલાકાતો શરૂ થઈ, અને તેમના સંબંધો ફેબ્રુઆરી 2024 થી જુલાઈ 2025 સુધી ચાલ્યા હોવાનું કહેવાય છે.
મહિલાની ફરિયાદ મુજબ, સચિને ભાવનાત્મક અને શારીરિક રીતે તેને હેરાન કરી હતી. તેણીએ એવો પણ દાવો કર્યો છે કે, તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, તેણીને તેમના સંબંધો જાહેર ન કરવાની ધમકી આપી હતી.
મહારાષ્ટ્રના તમામ સમાચારો જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
