અમરેલીના ધાતરવડી ડેમમાંથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, જુઓ વીડિયો
અમરેલીના ધાતરવાડી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ યુવક સાથે શું ઘટના બની હતી. તેણે આપઘાત કર્યો કે પછી તેની હત્યા થઇ છે. તેને લઈ હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ.
અમરેલી શહેરમાંથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકનો હવે મૃતદેહ મળી આવ્યો છે.જી હા ધાતરવાડી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.આ યુવક સાથે શું ઘટના બની હતી.તેણે આપઘાત કર્યો કે પછી તેની હત્યા થઇ છે.
તેને લઈને હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.આ તમામ સવાલોના જવાબ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે આ અગાઉ યુવકના ગુમ થવાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવી હતી.પરંતુ યુવકનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છે.તો હવે જોવાનું રહ્યું કે આ મામલે શું ખુલાસા સામે આવે છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
