Gir Somnath : સોમનાથ -ભાવનગર હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો, તાઉતે વાવાઝોડાની સહાય ન મળતા વિરોધ

તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ સુધી સહાય ના મળતા ભાજપ સરકાર વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા.કિસાન સંઘ અને ખેડૂતોએ હાઈવે બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 5:24 PM

સોમનાથ(Somnath) -ભાવનગર નેશનલ હાઇવે ખેડૂતોએ  સોમવારે  ચક્કાજામ કર્યો હતો. જેમાં તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ સુધી સહાય ના મળતા ભાજપ સરકાર વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા.કિસાન સંઘ અને ખેડૂતો(Farmers) એ હાઈવે બ્લોક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ દરમ્યાન વિરોધ પ્રદર્શનમાં ખેડૂતના સમર્થનમાં કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ ધરણા પર બેસી ગયા હતા.

ચક્કાજામના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધરણા બંધ કરવા ધારાસભ્યને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા હતા. પોલીસની સમજાવટની કોઈ અસર ના થતા કોંગ્રેસી ધારાસભ્યને પોલીસે ટીંગાટોળી કરી વાનમાં બેસાડવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : સંજીવ અને એશ્વર્ય ન લગાવી શક્યા ફાઇનલના ટિકિટ પર નિશાનો, શૂટિંગમાં મેડલની આશા સમાપ્ત

આ પણ વાંચો : Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">