લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ક્લસ્ટર પ્રભારીઓની મહત્વપૂર્ણ બેઠક, ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3-3 બેઠકના બનાવાયા છે ક્લસ્ટર

લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ક્લસ્ટર પ્રભારીઓની મહત્વપૂર્ણ બેઠક, ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3-3 બેઠકના બનાવાયા છે ક્લસ્ટર

| Edited By: | Updated on: Jan 16, 2024 | 10:05 AM

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં દિલ્હીમાં તમામ રાજ્યમાં લોકસભા કલસ્ટર પ્રભારીઓની બેઠક મળવાની છે. ક્લસ્ટરની રચના બાદ આ પહેલી બેઠક મળી રહી છે.આ બધામાં ગુજરાતનું મહત્વ વધુ છે, કારણ કે ગુજરાત હંમેશા સંગઠન માટે એક રોલ મોડેલ રહ્યુ છે.ગુજરાત છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક પર જીત મેળવી રહ્યુ છે.

લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં ભાજપની કવાયત તેજ થઇ છે. આજે તમામ રાજ્યમાં લોકસભા કલસ્ટર પ્રભારીઓની બેઠક મળવાની છે. દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોના ક્લસ્ટર પ્રભારીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3-3 બેઠકના ક્લસ્ટર બનાવાયા છે. જેમના પ્રભારીઓ દિલ્હીમાં મળનારી બેઠકમાં હાજર રહેશે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં દિલ્હીમાં તમામ રાજ્યમાં લોકસભા કલસ્ટર પ્રભારીઓની બેઠક મળવાની છે. ક્લસ્ટરની રચના બાદ આ પહેલી બેઠક મળી રહી છે.આ બધામાં ગુજરાતનું મહત્વ વધુ છે, કારણ કે ગુજરાત હંમેશા સંગઠન માટે એક રોલ મોડેલ રહ્યુ છે.ગુજરાત છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક પર જીત મેળવી રહ્યુ છે.

ભાજપનું ‘મિશન 2024’

દિલ્હીમાં તમામ ક્લસ્ટર પ્રભારીઓની મહત્વપૂર્ણ બેઠક છે. બેઠકમાં આશરે 155 ક્લસ્ટર પ્રભારીઓ સામેલ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, અમિત શાહ અને રાષ્ટ્રીય પદાધિકારીઓની હાજરી રહેશે. ક્લસ્ટર પ્રભારીઓની બેઠકમાં લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થશે. જ્યાં ભાજપ નબળું છે તેવી બેઠકો પર વધુ જોર લગાવવા પર ચર્ચા થશે. હારેલી બેઠકોને કબજે કરવા માટે બેઠકમાં મંથન કરવામાં આવશે.ચૂંટણીલક્ષી એક્શન પ્લાન અને મહત્વની ચર્ચા પણ થશે.

ગુજરાતમાં કોને કોને ક્લસ્ટરનો હવાલો ?

  • પ્રદીપ સિંહ જાડેજા
  • ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા
  • આર સી ફળદુ
  • નરહરિ અમીન
  • અમિત ઠાકર
  • બાબુ ભાઈ જેબલિયા
  • કે સી પટેલ
  • જ્યોતિબેન પંડ્યા

કોને કઇ બેઠકની જવાબદારી ?

  •  પ્રદીપસિંહ જાડેજા – વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ લોકસભા બેઠક
  •  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – ભાવનગર, જૂનાગઢ, અમરેલી લોકસભા બેઠક
  •  આર.સી.ફળદુ – રાજકોટ, જામનગર, પોરબંદર લોકસભા બેઠક
  •  નરહરિ અમીન – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ લોકસભા બેઠક
  •  અમિત ઠાકર – બનાસકાંઠા, પાટણ, કચ્છ લોકસભા બેઠક
  •  બાબુ જેબલિયા – સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા લોકસભા બેઠક
  •  કે.સી.પટેલ -અમદાવાદ પૂર્વ-પશ્ચિમ, ગાંધીનગર લોકસભા બેઠક
  •  જ્યોતિ પંડ્યા – સુરત, નવસારી, વલસાડ, બારડોલી લોકસભા બેઠક

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો