લોકસભા માટે ભાજપનો એક્શન પ્લાન તૈયાર, જૂના જોગીઓને સોંપાઈ કમાન

લોકસભા માટે ભાજપનો એક્શન પ્લાન તૈયાર, જૂના જોગીઓને સોંપાઈ કમાન

| Edited By: | Updated on: Jan 02, 2024 | 6:05 PM

મિશન લોકસભા 2024 માટે જૂના જોગીઓને કમાન સોંપાઈ છે. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે.સી. પટેલનો પણ ટીમમાં સમાવેશ થાય છે. તો નરહરિ અમીન, બાબુભાઈ જેબલિયાનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.

ગુજરાત ભાજપે 26 લોકસભા બેઠકો માટેનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે 26 લોકસભા બેઠક માટે જવાબદારી નક્કી કરી છે. જેમાં 26 બેઠકો માટે 3-3ના ક્લસ્ટરના જૂથ બનાવાયા છે. મિશન લોકસભા 2024 માટે જૂના જોગીઓને કમાન સોંપાઈ છે. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુને જવાબદારી સોંપાઈ છે.

આ ઉપરાંત જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે.સી. પટેલનો પણ ટીમમાં સમાવેશ થાય છે. તો નરહરિ અમીન, બાબુભાઈ જેબલિયાનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. 6 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળશે. જાણો કઈ બેઠક માટે કયા નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.

કોને કઈ બેઠકની જવાબદારી?

નામ બેઠક
પ્રદીપસિંહ જાડેજા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર, જૂનાગઢ, અમરેલી
આર. સી. ફળદુ રાજકોટ, જામનગર, પોરબંદર
નરહરિ અમીન ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ
અમિત ઠાકર બનાસકાંઠા, પાટણ, કચ્છ
બાબુ જેબલિયા સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા
કે. સી. પટેલ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર
જ્યોતિ પંડ્યા સુરત, નવસારી, વલસાડ, બારડોલી

આ પણ વાંચો વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ સજાવાશે ગાંધીનગર શહેર, જુઓ ફોટો

 

 

Published on: Jan 02, 2024 06:01 PM