VADODARA : બરોડા ડેરીના ચેરમેન અને MLA મધુશ્રીવાસ્ત વચ્ચેના ગજગ્રાહ અંગે ભાજપ મહામંત્રીનું નિવેદન

વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ડભોઇના કાર્યક્રમમાં ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા

VADODARA : બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વચ્ચે ગજગ્રાહ છે.આ મુદ્દે ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે કહ્યું કે બંને પક્ષના સંનિષ્ઠ કાર્યકરો છે. એક વર્તમાન ધારાસભ્ય છે અને એક પૂર્વ ધારાસભ્ય છે, બંને ને સાથે બેસાડી સમાધાન કરીશું. તેમની વચ્ચે કોઈ ગેરસમજ હશે તો સમજાવીને દૂર કરીશું.

હમેશા વિવાદોમાં રહેતા વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આશરે 10 દિવસ પહેલા વધુ એક વિવાદિત નિવેદન આપ્યું તેમણે ડભોઇના કાર્યક્રમમાં ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો હતો.તેમણે મીડિયા સમક્ષ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, ડેરીના શાસકો પોતાનું ઘર ભરી રહ્યા છે. ડેરીના સભ્યોને ભરણા આપવામાં આવી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવના આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં બરોડા ડેરીના ચેરમેન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય દીનુમામાએ કહ્યું કે હતું કે મધુભાઇના તમામ આક્ષેપો જુઠ્ઠા અને પાયાવિહોણા છે. તેમણે આક્ષેપો પુરવાર કરવા મધુ શ્રીવાસ્તવને ખુલ્લી ચેલેન્જ આપી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : DyCM નીતિન પટેલેનું નિવેદન, દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ

Click on your DTH Provider to Add TV9 Gujarati