Ahmedabad : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી, ‘ગુજરાતમાં AAP ના ઉમેદવારોની ડિપોઝિટ પણ જશે’

ગુજરાત ચૂંટણીનો જંગ જીતવા ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ધૂંઆધાર પ્રચાર કરી રહી છે. ગઈકાલ નિકોલ બેઠક પરના ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા માટે જે.પી.નડ્ડાએ પ્રચાર કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 9:42 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગઈકાલે અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધન કર્યું. નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા માટે જે.પી.નડ્ડાએ પ્રચાર કર્યો. નિકોલમાં વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાંધ્યું.  તેમણે નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે આ એવી પાર્ટી છે જે દરેક રાજ્યોમાં ચૂંટણી લડે તો છે, પરંતુ આ પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઈ જાય છે.  આટલું જ નહીં પણ નિકોલ બેઠકના મતદારોને પણ જે.પી.નડ્ડાએ આહ્વાન કર્યું કે જે સ્થિત અન્ય રાજ્યોમાં આપ સાથે થઈ છે, તે જ રીતે ગુજરાતમાં પણ એ જ સ્થિતિ થશે.

ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું

તો આ તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ અમદાવાદમાં પ્રચાર કર્યો. અમદાવાદની મણીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમૂલ ભટ્ટે માટે ફડણવીસે પ્રચાર કર્યો. દેવેન્દ્ર ફડણવીસે મણીનગરમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું. ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો અને નેતાઓની જેમ ફડણવીસે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે જે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે, તે ગુજરાતમાં ફક્ત એક સભા કરીને ભાગી ગયા  સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. કારણકે ગુજરાતની જનતા પીએમ મોદીના વિકાસ કાર્યોને સારી રીતે જાણે છે અને પ્રજા વિકાસને જ મત આપે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">