BTPના મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે, ભાજપ સાંસદ મનસુખ વસાવાનો દાવો
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે કે, AAP નેતાઓએ મહેશ વસાવા સાથે 2022માં છેતરપિંડી કરી છે અને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોક્યું છે, એટલે મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા.
BTP નેતા મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. આ આરોપ સાથે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે. AAP નેતાઓની આદિવાસી પટ્ટીમાં હાજરી અને ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવતા જ ભાજપ સહિત અન્ય પક્ષોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મનસુખ વસાવાએ આપ નેતાઓ પર મોટા પ્રહાર કર્યા છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે કે, AAP નેતાઓએ મહેશ વસાવા સાથે 2022માં છેતરપિંડી કરી છે અને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોક્યું છે, એટલે મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા.
Latest Videos
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત