અમદાવાદમાં BJPની બેઠકઃ પેજ પ્રમુખને લઈ લોકસભા ચૂંટણી પહેલા સીઆર પાટીલે કર્યુ મહત્વનું સુચન
અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની બેઠક યોજાઈ હતી. અમદાવાદ લોકસભા બેઠકને લઈ શહેરમાં બેઠક પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ અને અમદાવાદ લોકસભા બેઠકના મહત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સીઆર પાટીલે ચૂંટણીને લઈ સુચનો આપ્યા હતા.
અમદાવાદ શહેરની લોકસભાની બેઠકને લઈ મહત્વની બેઠક પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મહામંત્રી રત્નાકર અને રજની પટેલ સહિતને મહત્વના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે આ મુદ્દે મહત્વના સુચન કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ
પાટીલે પેજ પ્રમુખની સિસ્ટમ પર ભાર મુકવા માટે સુચન કર્યુ હતુ. પાટીલે કહ્યુ હતુ કે, તમામ પેજ પ્રમુખોની મુલાકાત કરો. તેમ જ ખાનગી મિલ્કતો પર પણ કમળનું પેઈન્ટીંગ કરવા માટે સુચન આપ્યુ હતુ. તેમજ ધારાસભ્ય અમિત શાહને સભ્યોની ગેરહાજરી મુદ્દે શાબ્દીક ઠપકો આપ્યો હતો. અમદાવાદ શહેરના 246 બુથ પર ભાજપ હાલમાં માઈનસમાં હોવાનું પણ જણાવ્યુ હતુ. આ માટે નામજોગ સુચના કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 27, 2024 04:00 PM
Latest Videos
