ભાજપના મોવડીઓ મધરાત સુધી મંત્રણા કરીને મંત્રીમંડળના મંત્રીઓ નક્કી કરશે
ભાજપના આંતરીક સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રીમંડળના કદ અને આકાર તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રાતોરાત દિલ્હી દરબારમાં બોલાવ્યા હતા, તે દિવસે જ દિલ્લીમાં જ નક્કી કરી નાખવામા આવ્યું હતું. ગુજરાતના ગાંધીનગરમાં હવે પ્રદેશના મોવડીઓ એક બેઠક કરીને તેને કાગળ પર ઉતારશે.
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને નવેસરથી રચવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલ 17મી ઓક્ટોબરના રોજ, ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જે મંત્રીઓને સમાવવાના છે તેમની શપથવિધી યોજાશે. મંત્રીમંડળમાં કોને લેવા અને કોને ના લેવા તે નક્કી કરવા માટે મોવડીઓની એક બેઠક યોજાશે. જેમાં 2027માં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈને જ્ઞાતિ, જાતિને ધ્યાને લઈને મંત્રીમંડળને આકાર આપવામાં આવશે.
ગુજરાતમાં નવા બનનારા ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળને આકાર આપવા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગાંધીનગર આવી ગયા છે. જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જળસંસાધન પ્રધાન સી આર પાટીલ આજે મોડી રાત્ર સુધીમાં ગાંધીનગર આવી પહોચશે. આ ત્રણેય નેતાઓની સાથે મુખ્ય પ્રધાન ભપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર એક બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાતમાં 2027માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફરીથી જીતાડી શકે તેવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવાનુ નક્કી કરાશે.
જો કે, ભાજપના આંતરીક સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રીમંડળના કદ અને આકાર તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રાતોરાત દિલ્હી દરબારમાં બોલાવ્યા હતા, તે દિવસે જ દિલ્લીમાં જ નક્કી કરી નાખવામા આવ્યું હતું. ગુજરાતના ગાંધીનગરમાં હવે પ્રદેશના મોવડીઓ એક બેઠક કરીને તેને કાગળ પર ઉતારશે.
આ પણ વાંચોઃ Breaking News : ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
