Ahmedabad : ભાજપની જન આશીર્વાદ રેલીનો નગરદેવી ભદ્રકાળી મંદિરેથી દર્શન કરી પ્રારંભ કરાયો

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરેથી દર્શન કરી કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપુંરાના નેતૃત્વમાં આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી ભદ્રકાળી મંદિરેથી જમાલપુર જગન્નાથજી મંદિરે પહોંચશે અને ત્યાર બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે.

ગુજરાતમાં સોમવારથી ભાજપની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ થયો છે. જેમાં સોમવારે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરેથી દર્શન કરી કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપુંરાના નેતૃત્વમાં આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી ભદ્રકાળી મંદિરેથી જમાલપુર જગન્નાથજી મંદિરે પહોંચશે અને ત્યાર બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. તેમજ સાંજે બોડકદેવ ખાતે પંડિત દિનદયાળ હૉલ ખાતે પહોંચશે. જ્યાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપુંરા કાર્યકરોને સંબોધન કરશે. આ રેલી શાહપુર પહોંચતા ભાજપ લધુમતી મોરચાના કાર્યકરોએ રેલીની અબીલ ગુલાલ ઉડાવીને સ્વાગત કર્યું હતું. આ રેલી શહેરમાં ફર્યા બાદ જિલ્લામાં પ્રયાણ કરશે.

આ પણ વાંચો : Shravan 2021 : શિક્ષકે માટીમાંથી 12 જ્યોતિર્લીંગની પ્રતિકૃતિઓ બનાવી, લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન

આ પણ વાંચો :Ajab-Gajab : આ છે દુનિયાનું સૌથી રહસ્યમય સ્મારક, જે કોઈ નથી જાણતું કે કોણે બનાવ્યું ?

Click on your DTH Provider to Add TV9 Gujarati