લોકસભા ચૂંટણી પહેલા નવા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ, યુવા મોરચાના 364 સંમેલન ગુજરાતમાં યોજાશે, જુઓ વીડિયો
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ ગુજરાત ભાજપ યુવા મોરચાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે. તે પછી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ યુવા મોરચો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતુ રહ્યુ છે, ત્યારે 2024ની ચૂંટણીમાં પણ તેનું મોટુ યોગદાન રહેશે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા મતદારોને આકર્ષવા વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ યુવા મોરચાનો રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન થશે. ગુજરાતમાં 364 સંમેલન, જ્યારે દેશમાં એક સાથે 5 હજાર સ્થાનો પર સંમેલન યોજાશે. ગુજરાતમાં દરેક દરેક સંમેલનમાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ ગુજરાત ભાજપ યુવા મોરચાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે. તે પછી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ યુવા મોરચો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતુ રહ્યુ છે. માર્ચ મહિનામાં આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલા નવા મતદારોની યાદી ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવશે. 18 વર્ષની ઊંમરે યુવા મતદારોને પ્રથમ વાર મતદાનનો અધિકાર મળતો હોય છે. ત્યારે આ નવા મતદારોને ભાજપ સાથે જોડવાનો પ્લાન યુવા મોરચાને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો-સુરત : પડતર માંગણીઓ હલ કરવાની માંગ સાથે 500 નર્સિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ વીડિયો
ગુજરાતમાં ભાજપ યુવા મોરચાના 364 સંમેલન યોજાવાના છે. 24 જાન્યુઆરીથ ગુજરાતમાં સંમેલનની શરુઆત થશે.ગુજરાતમાં દરેક વિધાનસભામાં બે સંમેલન યોજાશે.ચૂંટણી પહેલા યુવાઓને ભાજપમાં જોડવાની જવાબદારી યુવા મોરચાને સોંપવામાં આવી છે.
