Gandhinagar : ભાજપની પ્રદેશ કારોબારી બેઠક શરૂ, સુશાસન સહિત આ મુદ્દા પર થશે ચર્ચા

આ બેઠકમાં વિસ્તાર યોજના, સદસ્યતા અભિયાન, ચૂંટણી સહયોગ નિધિ તેમજ ભાજપ સુશાસન (BJP good governance) સરવૈયું અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 23, 2022 | 2:27 PM

Gandhinagar : ભાજપની એકદિવસીય પ્રદેશ કારોબારી બેઠક (BJP Execution Meeting) શરૂ થઈ ગઈ છે.જેમાં કેડર અને ઇલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ પર પ્રેઝન્ટેશન,કેન્દ્ર સરકારના 8 વર્ષ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત વિસ્તાર યોજના, સદસ્યતા અભિયાન, ચૂંટણી સહયોગ નિધિ તેમજ ભાજપ સુશાસન સરવૈયું અંગે પણ ચર્ચા કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, સુધીર ગુપ્તા(Sudhir Gupta) પણ આ બેઠકમાં માર્ગદર્શન આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂટંણીને (Gujarat Assembly election) લઈને દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) આજે ભાજપ (BJP) પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. કમલમમાં યોજાયેલી આ બેઠકમાં જયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન કરરવામાં આવશે. ઉપરાંત કારોબારી સભ્યોને શિબિરની ચર્ચા અંગે માહિતી આપવામાં આવશે. સાથે જ આગામી સમયના કાર્યક્રમોની પણ માહિતી અપાશે.તેમજ 2 રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે. 150 વિસ્તારકોને વિધાનસભાની જવાબદારી સોંપાશે અને સોશિયલ મીડિયામાં (Social Media) ડિજિટલ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવશે.

ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય દંગલ જામ્યુ

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં (Rajasthan) હાલ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress) વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજી હતી.આ શિબિરમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly election) રણનીતિ પર મંથન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. તેમજ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati