Surat : એક ભૂલ ભાજપના કોર્પોરેટરને પડી ભારે ! આચારસંહિતાના ભંગને લઈ શરદ પાટીલની અટકાયત

શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 12:05 PM

ગુજરાત ઈલેક્શન 2022 : સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ભાજપ કોર્પોરેટરની અટકાયત કરી લેવામાં આવી છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે. આપને જણાવી દઈએ કે, 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 89 બેઠકોનું મતદાન થઈ ચૂક્યુ છે.

શરદ પાટીલનો વીડિયો વાયરલ થતા ફરિયાદ નોંધાઈ

આ તરફ જુનાગઢમાં પણ મતદાન સમયે ભાજપના કાર્યકર સાથે માંગરોળના આપ ઉમેદવાર પિયુષ પરમારની બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત 6 શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માળિયા પોલીસે આરોપી પિયુષ પરમારના ભાઈ દીપક પરમારની અટકાયત પણ કરી છે. આપને જણાવી દઈએ કે, આમ આદમીના પાર્ટી ના ઉમેદવાર હાલ ફરાર છે. પોલીસે હાલ આપ ઉમેદવારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">