ભાવનગરમાં બુટલેગરના અડ્ડાઓનો પર્દાફાશ કરનાર ભાજપના નગરસેવિકાને મળી જાનથી મારી નાખવાની ધમકી- જુઓ વીડિયો
ભાવનગરમાં બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે તેમની સામે અવાજ ઉઠાવનારને તેના ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી આવે છે છતા પોલીસ હાથ પર હાથ ધરી બેઠી રહી છે. આવુ જ કંઈક થયુ છે ભાજપના નગરસેવિકા સાથે - વાંચો
ભાવનગરમાં બુલટેગરના અડ્ડાઓનો પર્દાફાશ કરનારા ભાજપના નગરસેવિકાને ધમકી મળી છે. આરોપીએ મહિલા નગરસેવિકાના ઘરે મોડી રાતે પહોંચી હંગામો કર્યો હતો. મહિલા કોર્પોરેટરને તેના ઘરે આવી બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી. નગરસેવિકાએ પોલીસ ફરિયાદ આપી છે કે, કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં બુટલેગરો ઘરે આવીને ધમકી આપે છે. અગાઉ પણ આ અંગે તેમણે રજૂઆત કરી હતી.
જો કે, પોલીસે કોઈ જ કાર્યવાહી નહીં કરતા, ગૃહરાજ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. નગરસેવિકા સેજલ ગોહેલે આશિષ પરમાર નામના બુટલેગર સામે નામજોગ ગુનો દાખલ કરાવ્યા બાદ, પોલીસે તેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં તસ્કરો બેફામ, ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર
જો કે અહીં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે અગાઉ પણ પોલીસને નગરસેવિકાએ રજૂઆત કરી હોવા છતાં પોલીસે બુટલેગર સામે કોઈ પગલા કેમ ન લીધા. ગૃહરાજ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડે ત્યાં સુધી પોલીસ કામગીરી ન કરે તે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ શંકા ઉપજાવે છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
