લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું ભરતી અભિયાન તેજ, સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને AAPમાં પડશે ભંગાણ
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનો ભરતી મેળો યોજાઈ રહ્યો છે. ભાજપનું ભરતી અભિયાન હવે ફરીથી તેજ બન્યુ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી હજુ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. આ દરમિયાન અમદાવાદમાં પણ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજીનામું ધર્યુ છે. તો હજુ પણ કેટલાક આગેવાનો કોંગ્રેસ છોડીને કેસરીયા કરશે.
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. એક બાદ એક હવે કોંગ્રેસી નેતાઓ રાજીનામા ધરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાંથી કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપનો કેસરી ખેસ ધારણ કરવા માટે તૈયાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!
જેમાં અમદાવાદના બળવંતસિંહ ગઢવી ઉપરાંત કોંગ્રેસના ઓબીસી સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવી અને કોંગ્રેસના પ્રવક્તા સંજય ગઢવી પણ કોંગ્રેસને રામ રામ કરીને હવે ભાજપમાં જોડાઈ શકે છે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાં મોટું ગાબડું સર્જાયુ હતુ. કોંગ્રેસના પાટીદાર અગ્રણી નેતા અને સાબરડેરીના ડીરેક્ટર ડો વિપુલ પટેલે કેસરીયા કર્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 28, 2024 06:30 PM
Latest Videos
