ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર PM મોદીને મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભુપેન્દ્ર પટેલ દિલ્લી પ્રવાસે છે. દિલ્લીમાં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી.

ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્લી પ્રવાસે છે. દિલ્લીમાં તેમણે પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરી. ભૂપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો, તેઓ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા. તેમજ તેઓએ રાષ્ટ્પતિ કોવિંદ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

બાદમાં આજે ભૂપેન્દ્ર પટેલ સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાને પણ મળ્યા હતા. અને હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. PMO India ના અકાઉન્ટથી CM ભુપેન્દ્ર પટેલ અને PM મોદીની મુલાકાતની તસ્વીર શેર કરવામાં આવી હતી.

ગુજરાતના(Gujarat) મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ(Bhpendra Patel) દિલ્લી પહોંચ્યા છે. તેઓ એક દિવસને દિલ્હી પ્રવાસે છે. તમને જણાવી દઈએ કે રાત્રે 10 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પરત આવવા રવાના થશે. ગુજરાત( Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આજે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે આ પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

આ પણ વાંચો: Babul Supriyo Meets Mamata: બાબુલ સુપ્રિયો મમતા બેનર્જીને મળ્યા, કહ્યું- ‘હવે દિલથી કામ કરીશ અને ગીત ગાઈશ’

Click on your DTH Provider to Add TV9 Gujarati