ભાવનગરની મહિલા પાયલોટ મેઘાની અનોખી રામ ભક્તિ, ફ્લોરિડાના આકાશમાં ઉડાન ભરી પ્લેનથી લખ્યુ ‘જય શ્રી રામ’- જુઓ વીડિયો
ભાવનગરની મહિલા પાયલોટ મેઘા પરમારે સાવ અલગ જ અંદાજમાં અનોખી રામભક્તિ વ્યક્ત કરી છે. મેઘા અમેરિકામાં સ્થાયી થઈ છે અને પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક પળને યાદગાર બનાવવા મેઘાએ તેની 270 નોટિકલ માઈલની ઉડાન દરમિયાન આકાશમાં જય શ્રી રામ કંડાર્યુ હતુ. જે આપ અહીં વીડિયોમાં જોઈ શકો છો.
ભાવનગરની એક ટેલેન્ટેડ યુવતી અને હાલ અમેરિકાના ફ્લોરિડામાં સ્થાયી થયેલી મેઘા પરમારે તેની ફ્લાઈટ ઉડાન દ્વારા અનોખી રામભક્તિ દર્શાવી છે. મેઘા પાયલોટ છે અને ફ્લોરિડાના કોટ મયસમાં પાઈલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દરેક દેશવાસીઓ અને વિદેશમાં વસતા કરોડો સનાતનીઓએ કોઈને કોઈ રીતે તેમની રામભક્તિ પ્રદર્શિત કરી હતી.
પાયલોટ મેઘાએ ફ્લોરિડાના આકાશમાં ઉડાન ભરી પ્લેનથી કંડાર્યુ જય શ્રી રામ
મેઘાએ પણ 270 નોટિકલ માઈલની ઉડાન દરમિયાન અવકાશમાં જય શ્રી રામ કંડાર્યુ હતુ. ફ્લોરિડાના આકાશમાં 500 કિલોમીટરની ઉડાન દરમિયાન તેમણે જ્યાં જ્યાં પણ તેનુ પ્લેન ફર્યુ તે તમામ રૂટને સાંકળીને આકાશમાં જય શ્રી રામ લખી નવો રેકોર્ડ સર્જ્યો છે. મેઘઆ મૂળ ભાવનગર જિલ્લામાં આવેલા બજુડા ગામની વતની છે. અવકાશમાં મેઘાએ જય શ્રી રામ લખી જે રામભક્તિ દર્શાવી છે તેની હર કોઈ પ્રશંસા કરી રહ્યા છે.
સાડા પાંચસો વર્ષ બાદ રામમંદિરનું સપનું થયુ સાકાર
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત થયેલા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવુ હશે જે રામભક્તિમાં તરબોળ ના થયુ હોય. આ અવસરનો આનંદ દેશ વિદેશના તમામ સનાતની હિંદુઓમાં જોવા મળ્યો હતો. કરોડો દેશવાસીઓએ અનોખી રીતે તેમની રામભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા. કોઈએ પોતાની ચિત્રકલાની કલા દ્વારા રામભક્તિ દર્શાવી તો કોઈએ તેમના ગીત સંગીત દ્વારા તો કોઈએ તેમના નૃત્યની કલા દ્વારા. સાડા પાંચસો વર્ષ બાદ રામ તેમના નીજ મંદિરમાં પરત ફરતા હોવાથી તમામ હિંદુઓ માટે આ એક સ્વપ્ન સમાન હતુ જે તેમની નજરોની સામે સાકાર થઈ રહ્યુ હતુ.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
આ પણ વાંચો: અમદાવાદની વિવિધ ક્લબ પણ રંગાઈ રામના રંગમાં, રંગબેરંગી રોશની અને મનમોહક રંગોળીથી કરાઈ સજાવટ- જુઓ વીડિયો
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
