Bhavnagar: શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થતા ધીરે ધીરે હોસ્પિટલો થઈ રહી છે ખાલી, વહીવટી તંત્રએ લીધો હાશકારો

ભાવનગર શહેરમાં 500 બેડની શરૂ કરાયેલી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ખાલી થયા છે. છેલ્લા 10 દર્દીઓને રજા આપતા હાલમાં સમરસ હોસ્પિટલમાં એક પણ દર્દી નથી.

| Updated on: May 11, 2021 | 2:25 PM

ભાવનગર શહેરમાં 500 બેડની શરૂ કરાયેલી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ખાલી થયા છે. છેલ્લા 10 દર્દીઓને રજા આપતા હાલમાં સમરસ હોસ્પિટલમાં એક પણ દર્દી નથી. શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થતા ધીરે ધીરે હોસ્પિટલો ખાલી થઈ રહી છે. ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ બહુ મોટો હાશકારો લીધો છે.

ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તંત્ર માટે અને ગુજરાતના લોકો માટે આ સારા સમાચાર કહી શકાય. આટલા દિવસોથી જે હોસ્પિટલ્સ સામે એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી તે લાઈનો હવે ગાયબ થઈ ગઈ છે અને દર્દીઓને હવે બેડ પણ મળી રહ્યા છે. તો સ્મશાનમાં પણ ભીડ ઓછી થઈ રહી છે.

રાજ્યમાં હવે કોરોનાની લહેર ધીમી પડી છે. કોરોનાના દૈનિક આંકડા ઘટી રહ્યા છે. બીજી તરફ ટેસ્ટિંગ ડોમની બહાર લોકોની સંખ્યા ઘટી રહી છે, તો આ તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનોની જે કતારો લાગતી હતી તે પણ ઓછી થઈ છે.

સુરતમાં એકંદરે સ્થિતિ સુધરી છે. એપ્રિલથી પાલિકાએ રોજના 30 હજાર ટેસ્ટ શરૂ કર્યા હતા. તેની સામે પોઝિટિવીટી રેટ 7.4 ટકાથી ઘટી 3.3 ટકા થઈ ગયો છે. છેલ્લા 14 મહિનામાં શહેરમાં સૌથી વધુ 2321 કેસ 24 એપ્રિલે નોંધાયા હતા. આ દિવસે 31 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને આટલી જ સંખ્યામાં 6 મેના રોજ પણ ટેસ્ટ કરાયા હતા. ત્યારે કેસ ઘટીને 1039 એટલે કે 55 ટકા કેસ ઘટી ગયા છે.

અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. અસારવાની જે સિવિલ હોસ્પિટલની બહાર 70 થી 80 એમ્બ્યુલન્સની લાઈન લાગતી હતી, ત્યાં હવે એકલ-દોકલ એમ્બ્યુલન્સ જ જોવામ મળે છે. તો સાથે જ સિવિલ હોસ્પિટલમાં બેડ પણ ખાલી હોવાથી દર્દીઓને અગવડ નથી પડતી.

રાજ્યના નાગરિકોની સ્વયંશિસ્ત, તંત્રની કડકાઇ અને વિવિધ પ્રયાસોથી રાજ્યમાં ધીરે-ધીરે સ્થિતિ સુધરી રહી છે. ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ અને ટ્રેસિંગ ફોર્મ્યુલાને કારણે પણ રાજ્યમાં કોરોનાના આંકડા ઘટવા લાગ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો થોડા જ દિવસોમાં આપણે કોરોનાની આ ઘાતકી લહેરમાંથી બહાર નીકળીમાં સફળ રહીશું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">