Bhavnagar : કુંભારવાડા વિસ્તારના વોર્ડ – 2માં મોડી રાત્રે બની ઘટના, ભાજપ કોર્પોરેટર પર થયો હુમલો જુઓ, Video

| Edited By: | Updated on: Jan 15, 2023 | 12:55 PM

ભાજપ કોર્પોરેટરે ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારે તેમણે રસ્તા વચ્ચે ઉભી રહેલી બોલેરો ગાડી હટાવવા માટે બોલેરો ચાલકને જાણ કરી હતી

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટર નરેશ ચાવડા પર હુમલો થયો છે. ભાવનગરના કુંભારવાડાના શાંતિનગરમા કાલે મોડી રાત્રે પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગતા કોર્પોરેટર નરેશ ચાવડા ઘટના સ્થળે નિરીક્ષણ માટે દોડી આવ્યાં હતાં. ભાજપ કોર્પોરેટરે ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારે તેમણે રસ્તા વચ્ચે ઉભી રહેલી બોલેરો ગાડી હટાવવા માટે બોલેરો ચાલકને જાણ કરી હતી. તે બોલેરો ચાલકે ગાડી હટાવવાથી ઈનકાર કરતા ત્યાં ઉપસ્થિત લોકો સાથે ભાજપ કોર્પોરેટર સાથે બોલચાલ થઈ હતી. તે સમયે અજાણ્યાં લોકોએ કોર્પોરેટર નરેશ ચાવડા પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat weather : ઉતરાયણમાં શિયાળાએ કરી જમાવટ, નલિયા 1.2 ડિગ્રી સાથે ઠંડુગાર, તો ડીસામાં 8.2 ડિગ્રી સાથે જામ્યો બરફ

ભાવનગરના કુંભારવાડા વિસ્તારના વોર્ડ – 2ના કોર્પોરેટરે ઘટના સ્થળે પહોંચીને ત્યાં જામેલ ટ્રાફિકને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતાં. તે સમયે વાહન ન હટાવવાને લઈને બે અજાણ્યા વ્યક્તિઓ સાથે બોલચાલ થતા તેમણે તરત જ કોર્પોરેટર નરેશ ચાવડા પર હુમલો કર્યો હતો. જેના કારણે તે ઈજાગ્રસ્ત થયાં હતાં અને તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.