ભાવનગર વીડિયો : મહુવામાં જર્જરિત આવાસમાં રહેતા અનેક પરિવારોની રિ-ડેવલપમેન્ટની માગ સાથે ધરણાં

ભાવનગર વીડિયો : મહુવામાં જર્જરિત આવાસમાં રહેતા અનેક પરિવારોની રિ-ડેવલપમેન્ટની માગ સાથે ધરણાં

| Edited By: | Updated on: Jan 13, 2024 | 8:38 AM

ભાવનગરના મહુવામાં સ્લમ આવાસના પરિવારો છે. જે 58 વર્ષ જૂના જર્જરિત મકાનોમાં રહે છે.સ્થાનિકોની એક જ માગ છે કે કોઈ દુર્ઘટના થાય તે પહેલા રિ-ડેવલપમેન્ટ થાય. નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર નહીં મળતા સ્થાનિકોએ પાલિકા ખાતે રામધૂન બોલાવી હતી.

જર્જરિત આવાસમાં રહેતા અનેક પરિવારો 20થી વધુ દિવસથી રિ-ડેવલપમેન્ટની માગ સાથે ધરણાં પર બેઠાં છે.આ લોકો ભાવનગરના મહુવામાં સ્લમ આવાસના પરિવારો છે. જે 58 વર્ષ જૂના જર્જરિત મકાનોમાં રહે છે.સ્થાનિકોની એક જ માગ છે કે કોઈ દુર્ઘટના થાય તે પહેલા રિ-ડેવલપમેન્ટ થાય. નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર નહીં મળતા સ્થાનિકોએ પાલિકા ખાતે રામધૂન બોલાવી હતી.

તે દરમિયાના એક વૃદ્ધની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવાની પણ ફરજ પડી હતી.વારંવારની રજૂઆતો છતાં કોઈ સાંભળતું નહીં હોવાથી લોકોમાં આક્રોશ છે.સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું.જો કે રાજકીય આગેવાનોની સમજાવટથી આશ્વાસન અપાયું હતું. છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ ફરીવાર ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની તૈયારી બતાવી છે આ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો