Bhavnagar: વિવિધ વેપારી એસોસિએશનની બેઠકમાં 19 મેથી દુકાનો ખોલવાનો નિર્ણય

હાલ કોરોનાનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે 36 શહેરમાં નિયમ લાગુ કરવામાં આવ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 14, 2021 | 9:01 AM

Bhavnagar: હાલ કોરોનાનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્ર્મણ વધ્યું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે 36 શહેરમાં નિયમ લાગુ કરવામાં આવ્યા છે.

કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે 18 મે સુધી મીની લોકડાઉન લાગુકરવામાં આવ્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુ, મેડિકલ, જેવી દુકાનો ખુલી રહે છે. આ વચ્ચે ભાવનગરમાં વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે 18 મે સુધીમાં મિનિ લોકડાઉન પૂર્ણ ના થાય તો 19 મેથી વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરશે. વિવિધ વેપારી એસોસિએશનની બેઠકમાં 19 મેથી દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં મિનિ લોકડાઉન કરવામા આવ્યું છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે, પંરતુ લારી ગલ્લા સહિતના અનેક વેપારીઓ ધંધો કરે છે, ત્યારે અન્ય વેપારીઓમાં ભારે નારાજગી ફેલાવા પામી છે. છેલ્લા દોઢ વર્ષથી આર્થિક ભારણ નીચે દબાયેલા અનેકન વેપારીયો ના સમર્થનમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ આવ્યું છે.

નોંધનીય છે કે, ભાવનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસનો રોજનો આંક 600 સુધી પોહચ્યો હતો, ત્યારે કોરોનાના દર્દીઓને સારવાર માટે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં બેડ આપવી એ એક ચિંતાનો વિષય હતો. ભાવનગરમાં આવેલ સમરસ હોસ્ટેલ ખાતે 500 બેડની હોસ્પિટલ કોરોનાના સામાન્ય દર્દીઓ અને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓની સારવાર માટે શરૂ કરતા અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ભાવનગર સમરસ હોસ્પિટલ દર્દીઓથી સંપૂર્ણ ખાલી થઈ જતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.

બીજી તરફ ગુજરાતમાં કોરોનાને કેસો ઓછા થઇ રહ્યા છે. એક સમયે ભાવનગરમાં 600થી વધુ કોરોનાના કેસ આવતા હતા જે 300ની આસપાસ પહોંચ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે અને શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં રોજના 108 ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">