Bhavnagar: રખડતા ઢોરની અડફેટ આવતા વધુ એક આશાસ્પદ યુવકનુ મોત, ઘોઘા સર્કલ નજીકનો બનાવ- Video
Bhavnagar: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. રખડતા ઢોરની અડફેટે આવતા નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની રહ્યા છે. છતા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જ છે. ભાવનગરમાં વધુ એક આશાસ્પદ યુવકે રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવ્યો છે. શહેરના ઘોઘા સર્કલ નજીક રખડતા ઢોરના કારણે યુવકનું બાઈક સ્લીપ થયુ અને યુવક નીચે પટકાયો હતો. યુવકને આસપાસના સ્થાનિકોએ દોડી આવી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.
Bhavnagar: ભાવનગરમાં વધુ એક યુવકનું રખડતા ઢોરની અડફેટે આવતા મોત થયુ છે. વધુ એક આશાસ્પદ યુવકે રખડતા ઢોરને કારણે જિંદગી ગુમાવી છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે ઘટવાને બદલે વકરી રહી છે. રાજ્યના દરેક શહેરોમાં રોડની વચ્ચો વચ્ચ અડિંગો જમાવીને બેસેલા રખડતા ઢોર ન જોવા મળે તો જ નવાઈ. પરંતુ તંત્ર દ્વારા ઢોર પકડવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ પ્રકારની ઢીલી નીતિનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા છે અને ઢોરની અડફેટે આવતા ગંભીર ઈજા પામે છે અથવા તો મોતને ભેટે છે.
40 દિવસની સારવાર બાદ યુવકનું મોત
ઘોઘા સર્કલ પાસેથી યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઢોર વચ્ચે આવી જતા તેનુ બાઈક સ્લીપ થયુ હતુ અને તે જમીન પર પટકાયો હતો. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે 40 દિવસની સારવાર બાદ યુવક જિંદગી સામેનો જંગ હારી ગયો અને મોતને ભેટ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: પાછોતરા વરસાદને કારણે કપાસમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન- Video
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
