Bhavnagar: અધેવાડા ગામમાં ટાંકામાં પડેલી બે દીકરીઓને બચાવવા જતાં માતા પણ ડૂબી, ગામમાં શોકનો માહોલ- Video
Bhavnagar: ભાવનગરના અધેવાડા ગામમાં માતા અને બે દીકરીઓના ડૂબી જવાથી મોત થયા છે. અકસ્માતે ટાંકામાં પડેલી બે દીકરીઓને બચાવવા જતા માતાનું પણ ડૂબી જવાથી મોત થયુ છે. એકસાથે બંને દીકરીઓ અને માતાના મોતથી ગામમાં શોકનો માહોલ છે.
Bhavnagar: ભાવનગરના અધેવાડા ગામમાં ડૂબી જવાથી માતા અને બંને પુત્રીના મોત થયા છે. ડૂબી જવાથી ત્રણેયના મોત નિપજ્યા છે. જેના પગલે પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માતે ટાંકામાં પડી ગયેલી બંને દીકરીઓને બચાવવા જતા માતાનું પણ ડૂબવાથી મોત થયુ છે. સ્તાનિકોએ ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા છે. ઘટનાને પગલે અધેવાડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આ તરફ જિલ્લામાં વધતા હાર્ટ એટેકના બનાવોએ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ વધી રહી છે. ભાવનગરમાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે શહેર અને ગ્રામ્યની વાત કરીએ તો વરતેજ પાસે 26 વર્ષની પરિણિતાનું હ્રદય રોગના હુમલાથી મોત થયું. સિંહોરના અગિયાળી ગામે 50 વર્ષના વ્યક્તિએ જીવ ગુમાવ્યો. આ ઉપરાંત કરચલીયાપરા વિસ્તારમાં 52 વર્ષના વ્યક્તિ, જ્યારે સનેસ ગામમાં 65 વર્ષના વૃદ્ધનું મોત થઇ ગયું. આ ઉપરાંત પીરછલા વિસ્તારમાં 45 વર્ષના વ્યક્તિને એટેક આવ્યો. જેનાથી તેનુ મોત થયુ હતુ.
Published on: Oct 27, 2023 10:41 PM
