ભાવનગર: મોતને આમંત્રણ આપી રહ્યા છે હાઉસિંગ બોર્ડના મકાનો, 90 ટકા ઈમારતો જર્જરીત હોવાનો ખૂલાસો- વીડિયો

ભાવનગર: મોતને આમંત્રણ આપી રહ્યા છે હાઉસિંગ બોર્ડના મકાનો, 90 ટકા ઈમારતો જર્જરીત હોવાનો ખૂલાસો- વીડિયો

| Edited By: | Updated on: Jan 03, 2024 | 11:10 PM

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોની હાલત એટલી હદે ખસ્તા હાલત છે તેને મકાન કહેવા કે ખંઢેર તે એક પ્રશ્ન છે. હાઉસિંગ બોર્ડની 90 ટકા ઈમારતો જર્જરીત હાલતમાં છે. જ્યાં મોત લટકી રહ્યુ છે ત્યાં લોકો રહેવા મજબુર છે. જો કે વહીવટી તંત્ર પ્રક્રિયાની માત્ર વાતો કરી રહ્યુ છે પરંતુ જાણે દુર્ઘટનાની રાહ જોતુ હોય તેમ હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યુ નથી.

ગરીબી રેખા હેઠળ આવતા ભાવનગરના 4300 પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનમાં ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે. વર્ષોથી રી-ડેવલોપમેન્ટ માટેની વહીવટી પ્રક્રિયાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ હાલની પરિસ્થિતિ એ છે કે લોકો મોતના મુખમાં જીવી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના આ રહેણાંક મકાનની હાલની સ્થિતિ એવી થઈ છે કે ગમે તે સમયે દુર્ઘટના ઘટે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે તેમ છે.

ભાવનગર શહેરમાં હાઉસિંગ બોર્ડના સૌથી વધુ મકાન ભરત નગર વિસ્તાર અને આણંદ નગર વિસ્તારમાં આવેલા છે. જેમાંથી 90 ટકા મકાનોની હાલત તો એવી છે કે જે અત્યંત જર્જરીત છે. અહીંના સ્થાનિકો તંત્રને ગુહાર લગાવી રહ્યાં છે કે તેમના મકાનો રિપેર કરી આપવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો: રાજકોટ: કિસાનપરા ચોકમાં કલર પેઈન્ટિંગના કલાકારની અદ્દભૂત કારીગરી, અયોધ્યા જેવુ જ આબેહુબ રામ મંદિરનું પેઈન્ટિંગ કર્યુ તૈયાર- જુઓ તસ્વીરો

હાઉસિંગ બોર્ડના મકાનોની હાલત બિસ્માર છે. તંત્ર દ્વારા આ મામલે લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. તંત્રના અધિકારીઓના મતે લોકો રિ-ડેવલોપમેન્ટ માટે સહમત થતા નથી અને પ્રક્રિયા અટકી પડે છે.સ્થાનિકોએ આ બાબતે તંત્રને સહકાર આપવો જોઇએ.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો