Bhavnagar: ભગવાન શિવ વિશે વિવાદીત ટિપ્પણી કરનાર મહુવાના શિક્ષક સામે ઉઠી કાર્યવાહીની માગ- Video
Bhavnagar: ભાવનગરના મહુવાની એમ.એમ. સ્કૂલના શિક્ષકે ભગવાન શિવ વિશે વિવાદી ટિપ્પણી કરતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. સમગ્ર મામલે શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. વિવિધ હિંદુ સંગઠનો મેદાને આવ્યા છે અને સમગ્ર ઘટનાને વખોડી શિક્ષક સામે પગલા લેવાની માગ કરી રહ્યા છે. શિક્ષકે કહ્યુ હતુ કે આજથી 2500, 2800 વર્ષ પહેલા ભગવાન બૌદ્ધની મૂર્તિઓને ખંડિત કરીને તેમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યા છે.
Bhavnagar: ભાવનગરના મહુવાની એમ.એમ. સ્કૂલના શિક્ષકે ભગવાન શિવ અને હિન્દુ ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. શિક્ષકે કરેલા હિન્દુ ધર્મના અપમાન બાદ હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ સમગ્ર ઘટનાને વખોડી શિક્ષક પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે તેમને આ મુદ્દે પ્રાથમિક માહિતી મળી છે, પણ કોઇ ફરિયાદ આવી નથી. જો આ મુદ્દે ફરિયાદ મળશે અને તપાસમાં જો શિક્ષક કસૂરવાર ઠરશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.
મહત્વનું છે કે હિન્દીના શિક્ષકે હિન્દુઓ અંધશ્રદ્ધાથી દોરવાઇને શિવલિંગની પૂજા કરતા હોવાનું જણાવ્યું. શિક્ષકે ઇતિહાસનો હવાલો આપીને જણાવ્યું કે આજથી 2500 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની મૂર્તિઓ ખંડિત કરીને તેમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યા છે. અત્યારે અનેક હિન્દુ મંદિરોમાં જે મૂર્તિઓ છે તે ખરેખર બૌદ્ધ ધર્મની છે. બૌદ્ધ ધર્મની મૂર્તિઓને શણગારી દેવી-દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવી છે. શિક્ષકના આ નિવેદનનો વિદ્યાર્થીઓ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: Amreli: રાજુલામાં આદમખોર દીપડાનો આતંક, કાતર ગામમાં 8 વર્ષના બાળક પર કર્યો હુમલો-Video
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
