મોડે મોડે ભાવનગર મનપાને આવ્યુ ડહાપણ, ઈ-વાહનની ખરીદી પર હવે 1.5 ટકા ટેક્સમાંથી મળશે રિબેટ- વીડિયો
ભાવનગર મહાનગરપાલિકાને મોડે મોડે ડહાપણ આવ્યુ છે. હવેથી ભાવનગર મહાનગર પાલિકાએ ઈ વાહનો પર વસુલવામાં આવતો 1.5 ટકા ટેક્સમાંથી ખરીદારોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર મનપા અત્યાર સુધી મનસ્વી રીતે 1.5 ટકા ટેક્સ વસુલતી હોવાનુ પણ ખરીદારો જણાવી રહ્યા છે.
એક તરફ વાહનોના પ્રદૂષણને ઘટાડવા સરકાર ઇ-વાહનો વાપરવા પર ભાર મૂકી રહી છે. ત્યારે બીજી તરફ ભાવનગર મનપા ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર 1.5 ટકા જેટલો ટેક્સ વસૂલતી હતી. જેને લઇ મામલો ગરમાતા હવે, ભાવનગર મનપાએ ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવાનો નિર્ણય કર્યો છે. લોકો ઇ-વાહન ખરીદવા આકર્ષાય તે માટે વર્ષ 2024-25માં અન્ય ટેક્સમાંથી 6.66 ટકા રિબેટ અપાશે. આગામી 2025-26ના વર્ષમાં પણ ટેક્સમાંથી 33.33 ટકા રાહત અપાશે.
આ પણ વાંચો : બનાસકાંઠા: બ્રિજ નિર્માણમાં પોલંપોલ, પાલનપુર ડીસા હાઈવે પર આવેલો બ્રિજ એક વર્ષમાં વચ્ચેથી બેસી ગયો- જુઓ વીડિયો
મહત્વનું છે, રાજ્યમાં ક્યાંય પણ ઇ-વાહનની ખરીદીમાં ટેક્સ વસૂલાતો નથી. પરંતુ ભાવનગર મનપાએ 1.5 ટકા ખરીદી ટેક્સ લગાવવાનો મનસ્વી નિર્ણય કર્યો હતો. જો કે સમગ્ર બાબતે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા ભાવનગર મનપાએ નિર્ણય બદલ્યો અને ઇ-વાહન ખરીદી ટેક્સમાં રિબેટ આપવાનો નિર્ણય કર્યો.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
