Bhavnagar : વર્ગ-3ના નિવૃત સરકારી કર્મચારી પાસે બે કરોડથી વઘુ સંપતિ- અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો

Bhavnagar : સરકારી કર્મચારીઓ પર ઘણી વાર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતો હોય છે. તો લાંચ લેતા પણ ઝડપાઇ છે. હાલમાં જ ભાવનગરમાં વર્ગ-3ના નિવૃત કર્મચારી ( retired Class-3 employee ) સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 31, 2021 | 8:04 AM

Bhavnagar :  સરકારી કર્મચારીઓ પર ઘણી વાર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતો હોય છે.  તો લાંચ લેતા પણ ઝડપાઇ છે. હાલમાં જ ભાવનગરમાં વર્ગ-3ના નિવૃત કર્મચારી ( retired Class-3 employee ) સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.

ભાવનગરના ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે. કર્મચારી એન.કે.વાલિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત સામે આવી છે. એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ કરતા હજુ પણ વધુ અપ્રમાણસર મિલકત સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, અપ્રમાણસર મિલકતના ગુનાઓ વારંવાર સામે આવતા હોય છે. તો બીજી તરફ સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય તેવી પણ ઘટના સામે આવતી હોય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">