Bharuch Video : સ્વાસ્થ્યની સંભાળના સંદેશ સાથે Cycle Garba યોજાયા, મોટી સંખ્યામાં Cyclist જોડાયા
Bharuch : વ્યસ્ત જીવનશૈલી સ્થૂળતા સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહી છે. આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી બચવા માટે શારીરિક પ્રવૃત્તિઓ જરૂરી છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાયકલ ચલાવવી એ એક ઉપયોગી પ્રવૃત્તિ સાબિત થઈ શકે છે. સાયકલ ચલાવીને તમારા શરીરને સક્રિય અને ફિટ બનાવવું સરળ બની શકે છે.ભરૂચમાં સાયકલિંગ માટે લોકોને પ્રોત્સાહિક કરવાના પ્રયત્ન સાથે સાયકલ ગરબા (Cycle Garba) યોજાયા હતા.
Bharuch : વ્યસ્ત જીવનશૈલી સ્થૂળતા સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહી છે. આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી બચવા માટે શારીરિક પ્રવૃત્તિઓ જરૂરી છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાયકલ ચલાવવી એ એક ઉપયોગી પ્રવૃત્તિ સાબિત થઈ શકે છે. સાયકલ ચલાવીને તમારા શરીરને સક્રિય અને ફિટ બનાવવું સરળ બની શકે છે.ભરૂચમાં સાયકલિંગ માટે લોકોને પ્રોત્સાહિક કરવાના પ્રયત્ન સાથે સાયકલ ગરબા (Cycle Garba) યોજાયા હતા. ભરૂચ પોલીસ(Bharuch Police)ના ગરબા ગ્રાઉન્ડ ઉપર આયોજિત ગરબામાં મોટી સંખ્યામાં Cyclist જોડાયા હતા.
એક રિપોર્ટ અનુસાર સાયકલ ચલાવવી કસરતનો એક પ્રકાર પણ માનવામાં આવે છે.આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો અલગ-અલગ સાઈકલ ચલાવતા ગરબા રમી રહ્યા છે. ગરબા દરમિયાન લોકોમાં ખુશી અને ઉર્જા દેખાઈ રહ્યા છે. ભરૂચ પોલીસ દ્વારા આ અનોખી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Narmada – Surat :અને જ્યારે રાજપૂતોએ વેર વાળવા નહિ પણ માતાજીની આરાધના માટે તલવાર ઉપાડી, જુઓ Video
હૃદયના આરોગ્યને સારું રાખે છે
એક રિપોર્ટ મુજબ નિયમિત સાયકલ ચલાવવાથી હૃદયના ધબકારા વધે છે જે હૃદયની તંદુરસ્તી માટે કસરતનું એક સ્વરૂપ હોઈ શકે છે. રિસર્ચ અનુસાર સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ કાર્ડિયોવેસ્ક્યુલર જોખમ ઘટાડી શકે છે. આ અંગેના સંશોધનમાં આધેડ વયના પુરુષોનો સમાવેશ થતો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સાઇકલિંગ જેવી પ્રવૃતિઓમાં ભાગ લે છે તેમનું હૃદય કોઈ કામ ન કરતા લોકો કરતા વધુ સારી રીતે કામ કરે છે. જે દર્શાવે છે કે સાયકલ ચલાવવાના ફાયદા આપણા હૃદયના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે છે.