ભરૂચ : શિયાળાની જમાવટ સાથે તસ્કરોનો તરખાટ વધ્યો, જુઓ સીસીટીવી વીડિયો
ભરૂચ : ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં ઠંડકમાં વધારા સાથે તસ્કર ટોળકીઓની ગતિવિધિઓ પણ વધી છે. અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં ત્રાટકેલી તસ્કર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી તો સુરતી ભાગોળ વિસ્તારમાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કર્યો હતો.

અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં રાતના સુમારે તસ્કર હાથમાં ડાંગ અને સળિયા સાથે ઘુસ્યા હતા. સોસાયટીમાં આંટાફેરા મારી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. રહીશો જાગી જતા બુમાબુમ કરવાના કારણે તસ્કર નાસી છૂટ્યા હતા.
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કર સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઇ ગયા હતા.
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ