ભરૂચમાં મોઢેશ્વરી માતાનો સાતમો પાટોત્સવ ઉજવાયો, જુઓ વિડીયો

| Updated on: Oct 30, 2023 | 10:22 AM

ભરૂચના લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરનો સાતમો પાટોત્સવ ઉજવાયો હતો. ભરૂચના મોઢેશ્વરી મંદિરમાં આસો વદ એકમના દિવસે માતાજીના પટોસ્ત્વની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં મોઢ સમાજના લોકોએ મોટી સંખ્યામાં આ ધાર્મિક અવસરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 

ભરૂચ મોઢ ઘાંચી સમાજના અગ્રણી શંકરભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે માતાજીના પાટોત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરીઆપી હતી. દિવસ દરમિયાન માતાનાના હવન અને મહાઆરતી જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.

આ અવસરે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ મહાઆરતીનું દ્રશ્ય ખુબ સુંદર હતું તેમ સમાજના અગ્રણી નરેશભાઈ સુથારવાલાએ ઉમેર્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો