Bharuch: અંકલેશ્વરની યૂનિયન બેંકમાં લૂંટારાઓએ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી, 2 લૂંટારૂ ઝડપાયા, જુઓ વીડિયો

અંકલેશ્વરના પિરામણનાકા નજીક યુનિયન બેંકમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યા હતા. લૂંટારાઓએ (Robbers) પોલીસ ઉપર ફાયરિંગ કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં 2 લૂંટારુ ઝડપાયા હતા.

Ankit Modi
| Edited By: | Updated on: Aug 04, 2022 | 5:49 PM

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshvar) લૂંટારાઓ યૂનિયન બેંકમાં (Union Bank) ત્રાટક્યા હતા અને ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. અંકલેશ્વરના પિરામણનાકા નજીક યુનિયન બેંકમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યા હતા. લૂંટારાઓએ (Robbers) પોલીસ ઉપર ફાયરિંગ કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં 2 લૂંટારુ ઝડપાયા હતા. પોલીસે નાકાબંધી  કરીને લૂંટારૂ પાસેથી કેટલીક રકમ પણ પાછી મેળવી હતી.

ત્રણ લૂંટારાઓ ચલાવી લૂંટ

પ્રાથમિક અહેવાલ પ્રમાણે યૂનિયન બેંકમાં ત્રણ લૂંટારા ત્રાક્યા હતા. જેમાંથી બે લૂંટારાને ઝડપી લેવામાં આવ્યો હતો અને બાકીના લૂંટારાને પકડવા નેશનલ હાઇવે સહિત એક્ઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી ગોઠવાઈ હતી. લૂંટરારૂઓ આવતા જ બેંકનો સ્ટાફ ગભરાઈને ટેબલ નીચે બેસી ગયો હતો. લૂંટારૂઓ બાઇક પર બેસીને ફરાર થઈ ગયા હતા. પોલીસે  નાકાબંધી કરીને બે લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ અને લૂંટારાઓ વચ્ચે થયું ફાયરિંગ

ભરૂચ એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે  ઘટના અંગેની જાણ થતા જ  પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં  પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામસામી ફાયરિંગ થયું હતું. તેમાં એક લૂંટારૂ ઇજાગ્રસ્ત થયો હતો.  તેને 108 દ્વારા સારવાર માટે રવાના કરવામાં આવ્યો હતો  તેમજ  પોલીસે આશરે 22 લાખ જેટલી રકમ પણ રિકવર કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">