AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : રાજ્ય સરકારના સૂર્ય નમસ્કાર વર્લ્ડ રેકોર્ડ અભિયાનમાં ભરૂચવાસીઓ જોડાયા, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્ય સરકારના સૂર્ય નમસ્કાર વર્લ્ડ રેકોર્ડ અભિયાનમાં ભરૂચવાસીઓ જોડાયા, જુઓ વીડિયો

| Updated on: Jan 01, 2024 | 10:30 AM
Share

ભરૂચ : આજે ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારમહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આજે ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારમહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજ રોજ રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવી હતી. ભરૂચના જે.પી.કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેકટર તુષાર સુમેરરા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

 

આ પણ વાંચો : અમદાવાદ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું, ઠેર ઠેર ડીજે અને નાઇટ પાર્ટીનું આયોજન

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 01, 2024 10:23 AM
g clip-path="url(#clip0_868_265)">