Bharuch : અસહ્ય મોંઘવારીને માત આપવા ભગવાનની શરણ, આશીર્વાદ માટે ઇજા પણ વહોરી, જુઓ Video
Bharuch : હાલના સમયમાં મોંઘવારી(Inflation)એ માઝા મૂકી છે. ખાદ્ય પદાર્થો સહીત વસ્તુઓની કિંમત સામાન્ય માણસને કમરતોડ ફટકો મારી રહી છે. મોંઘવારી અસહ્ય બની રહી છે. મુશ્કેલીના સમયમાં ઈશ્વર તરફ હમેશા માનવી હાથ લંબાવતો હોય છે. દેવામુક્ત બનવા ભરૂચમાં અનોખો ટુચકો અજમાવાય છે.લોકોને આ માટે ઈજાઓ પણ પહોંચે છે પરંતુ અતૂટ શ્રદ્ધા સાથે વ્યક્તિ સારા સમય માટે કુદરતને પ્રાર્થના કરે છે.

આર્થિક તંગી દૂર કરવા સાથે દેવામાંથી મુક્ત થવા અને અખૂટ ધન પ્રાપ્તિ માટે ભરૂચમાં આવેલા સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા અનુસરવામાં આવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આથી ભીંસમાંથી રાહત માટે અને ધન પ્રાપ્તિ હાંસલ કરવા એક અનોખો ટુચકો અજમાવે છે. મંદિરના પટાંગણમાં આવેલ સમી વૃક્ષની છાલ નખથી ઉતારવામાં આવે છે. આ વૃક્ષની છાલ સખ્ત હોય છે જેના કારણે ઈજાઓ પણ પહોંચે છે છતાં આ છાલ ઉતારી ઉતારી માતાજીને અર્પણ કરનાર દેવા મુક્ત બનતા હોવાની માન્યતાને અનેક લોકોએ અનુસરી હતી.
આ પણ વાંચો : Bharuch : ગુજરાતમાં નથી અટકી રહ્યો શ્વાનના જીવલેણ હુમલાનો સિલસિલો, 6 વર્ષના બાળકને લોહીલુહાણ કર્યું
ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે. ભરૂચ શહેરમાં સિવિલ રોડ પર આવેલા સિંધવાઇ માતાના મંદિરના પટાંગણમાં સમી વૃક્ષ આવેલું છે. આ વિશાલ વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાની પ્રથા છે. દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે અનેક લોકો નસીબ અજમાવવા આસ્થાભેર ઉમટી પડે છે.
સૈકાઓ જૂની માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો