ભરૂચ : અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોલીસ સતર્ક, જાહેર સ્થળોએ ચેકીંગ હાથ ધરાયુ, જુઓ વીડિયો

| Updated on: Jan 18, 2024 | 8:52 AM

ભરૂચ : આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે. અનેક વિવાદ અને કોર્ટ સુધી મામલો પહોંચ્યા બાદ આખરે મંદિર નિર્માણ બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ અવસર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે શ્રીરામ જન્મભૂમી અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે ભરૂચ એસ.ઓ.જી. તથા બી.ડી.એસ. ટીમ તેમજ ડોગ સ્કોર્ડ દ્વારા જાહેર સ્થળોએ , ભીડવાળી જગ્યાઓ, બાગ-બગીચા, વાઈટલ ઈન્સ્ટોલેશન,ધાર્મિક સ્થળો તથા સંવેદનશીલ સ્થળોએ સતર્કતાના ભાગરૂપે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : હોટલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો, જુઓ સીસીટીવી વીડિયો

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 18, 2024 08:47 AM