AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : ઘરના આંગણામાં પાર્ક વાહન પણ અસલામત? જુઓ CCTV Video

Bharuch : ઘરના આંગણામાં પાર્ક વાહન પણ અસલામત? જુઓ CCTV Video

| Updated on: Oct 28, 2023 | 10:09 AM
Share

Bharuch : અંકલેશ્વરમાં ફરીએકવાર રાતના અંધારામાં તસ્કરોએ ઘરના આંગણામાં પાર્ક બાઈકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર ઘટના બની છે જયારે વાહનચોરોએ કસબ અજમાવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જૂની કોલોની વિસ્તારમાં એક સાથે બે બાઇકોની ચોરીની ઘટના બની છે.

Bharuch : અંકલેશ્વરમાં ફરીએકવાર રાતના અંધારામાં તસ્કરોએ ઘરના આંગણામાં પાર્ક બાઈકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર ઘટના બની છે જયારે વાહનચોરોએ કસબ અજમાવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જૂની કોલોની વિસ્તારમાં એક સાથે બે બાઇકોની ચોરીની ઘટના બની છે. વાહનચોરી CCTV કેમેરામાં કેદ થઇ છે. વાહનના મલિક પોલીસ ફરિયાદ કરવા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન પહોંચતા CCTV ફૂટેજના આધારે પોલીસે વાહનચોરોની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ankleshwar thief in cctv

અંકલેશ્વરમાં સામે આવેલા વિડીયો અનુસાર અંકલેશ્વરમાં ગત 20મી ઓક્ટોબરની રાતે વાલિયા રોડ પર નજીક આવેલી જૂની કોલોની વિસ્તારમાં મકાન ધરાવતા નૂર મહંમદ યુસુફ ઇસાકે ઘરના આંગણામાં પાર્ક કરેલું બુલેટ તથા હિંમત શંકરભાઈ વસાવાનું આજ વિસ્તારમાંથી પ્લસર બાઈક ચોરી થઈ ગયું હતું. આ અગાઉ 7 ઓક્ટોબરે પણ અંકલેશ્વરમાં બાઈક ચોરીની ઘટનાઓ સામે આવી હતી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 28, 2023 10:09 AM
g clip-path="url(#clip0_868_265)">