Bharuch : વનવિસ્તારના 3 જિલ્લામાં દીપડાએ દેખા દીધી, ડાંગમાં વિખૂટું પડેલું બચ્ચું બાળકો પાસે આવી રમવા લાગ્યું , જુઓ Video
Bharuch : ભરૂચ , નર્મદા અને ડાંગ જિલ્લામાં ઘાતકી શિકારી વન્ય જીવ દીપડાને લઈ ત્રણ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ભરૂચમાં ઝઘડિયા તાલુકામાં સરસ નજીક દીપડા દ્વારા શિકાર કરેલી પુરુષની લાશ મળી આવી છે તો નર્મદા જિલ્લામાં પણ તિલકવાડા તાલુકાના સાવલી વસાહત નજીક સીમમાં પાડાનો દીપડાએ શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ત્રીજી ઘટનામાં આહવાના કડમાળ ગામમા વીખતું પડેલું દીપડાનું બચ્ચું ગામમાં ઘુસી આવતા અચરજ ફેલાયું હતું.આ બચ્ચું વનવિભાગને સોંપવામાં આવ્યું હતું.
Bharuch :એક તરફ ભરૂચ જિલ્લામાંથી વન્ય જીવોની તસ્કરીનો મામલો સામે આવતા વનવિભાગના અધિકારીઓ અલભ્ય વન્ય જીવોની સુરક્ષાને લઈ ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ ભરૂચ , નર્મદા અને ડાંગ જિલ્લામાં ઘાતકી શિકારી વન્ય જીવ દીપડા(Leopard)ને લઈ ત્રણ ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
ભરૂચમાં ઝઘડિયા તાલુકામાં સારસા નજીક દીપડા દ્વારા શિકાર કરેલી પુરુષની લાશ મળી આવી છે તો નર્મદા જિલ્લામાં પણ તિલકવાડા તાલુકાના સાવલી વસાહત નજીક સીમમાં પાડાનો દીપડાએ શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ત્રીજી ઘટનામાં આહવાના કડમાળ ગામમા વિખૂટું પડેલું દીપડાનું બચ્ચું ગામમાં ઘુસી આવતા અચરજ ફેલાયું હતું.આ બચ્ચું વનવિભાગને સોંપવામાં આવ્યું હતું.આ દીપડાના બચ્ચાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ડાંગમાં ગામની ગલીઓમાં દીપડાનું બચ્ચું બાળકો પાસે રમવા પહોંચ્યું !
ગામની શેરીઓમાં શ્વાન રખડતા દેખાય પણ જો દીપડો ફરતો દેખાય તો શું થાય? આ ઘટના હકીકતમાં આહવાના કડમાળ ગામમા બની હતી. વિખૂટું પડેલું દીપડાનું બચ્ચું ગામમાં ઘુસી આવ્યું હતું. આ બચ્ચું નિર્ભયતાથી લોકોની પાસે આવી જતું હતું. બાળકો સાથે રમવા લાગતું હતું. આ બાબતની જાણ વનવિભાગને કરવામાં આવતા દીપડાના બચ્ચાનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દીપડાના હુમલાની બે ઘટના
તિલકવાડાના સાવલી વસાહત નજીક પાડાનો દીપડાએ શિકાર કરતા ગ્રામજનો માં ફફડાટ જોવા મળ્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે પાંજરું મૂકે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. આ અગાઉ દીપડાએ તિલકવાડા તાલુકામાં વાડિયા, વાસણ અને કાલાઘોડા ગામે પણ જાનવરોને ફાડી ખાધા ની ઘટના તાજેતરમાંજ બની હતી
ભરૂચમાં ઝઘડિયાના સારસા વિસ્તારમાં ખેડૂતો દિવસે પણ ખેતી કામ કરવા જતાં પણ ડરી રહ્યા છે. અહીં દિપડાઓની વસતિ વધી રહી છે. ઝઘડિયા તાલુકામાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે. શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાન ગણાય છે. દિપડાઓ ઘણીવાર શિકારની શોધમાં માનવ વસતિમાં આવી જાય છે. સારસા વિસ્તારમાં વલા ગામના હરિસિંગ ચીમનભાઇ વસાવા નામના 48 વર્ષીય ઇસમનો દીપડા દ્વારા શિકાર કરેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ નજીક દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે.
Input Credit : Vishal Pathak, Narmada
