ભરૂચ : હરણી તળાવની દુર્ઘટના બાદ કબીરવડ ઘાટ પર સતર્કતામાં વધારો, પ્રવાસીઓની પણ પાંખી હાજરી, જુઓ વીડિયો

| Updated on: Jan 20, 2024 | 8:33 AM

ભરૂચ : વડોદરા હરણી તળાવની દુર્ઘટના બાદ અન્ય હોદીઘાટ પર અચાનક સતર્કતા જોવા મળી હતી. ભરૂચના કબીરવડ ઘાટ પર  પ્રવાસીઓ  માટે લાઈફ જેકેટ ફરજીયાત કરાયા હતા તો સામે પાંખી હાજરી પણ જોવા મળી હતી.

ભરૂચ : વડોદરા હરણી તળાવની દુર્ઘટના બાદ અન્ય હોદીઘાટ પર અચાનક સતર્કતા જોવા મળી હતી. ભરૂચના કબીરવડ ઘાટ પર  પ્રવાસીઓ  માટે લાઈફ જેકેટ ફરજીયાત કરાયા હતા તો સામે પાંખી હાજરી પણ જોવા મળી હતી.

રાજ્યની સૌથી  મોટી નદી નર્મદામાં બેટ પર કબીરવડ પ્રવાસન સ્થળ આવેલું છે. આ સ્થળે સંત કબીરમાં શ્રદ્ધા રાખનાર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. વડોદરા હરણી તળાવની દુર્ઘટના બાદ બોટિંગને લઈ લોકોમાં ભય છે. ખુબ ઓછી સંખ્યામાં પ્રવાસી જોવા મળી રહયા છે. ભરૂચના મઢીઘાટથી કબીરવડ બેટ પર પ્રવાસીઓ બોટમાં અવર-જ્વર કરે છે. સતર્ક હોડીઘાટ સંચાલકોએ ઓછી સંખ્યામાં પ્રવાસી બેસાડવાની શરૂઆત કરી છે તો લાઈફ જેકેટનો ફરજીયાત ઉપયોગ શરૂ કરાયો છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો