ભરૂચ વીડિયો : દહેજ -ભરૂચ રેલવે ટ્રેક પર ખુલ્લી ફાટકના કારણે કારની ટ્રેન સાથે ટક્કર, 4 લોકો ઈજાગ્રસ્ત

| Updated on: Jan 13, 2024 | 12:31 PM

ભરૂચ : દહેજ પોર્ટને જોડતી ભરૂચ - દહેજ રેલવે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગસરતો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

ભરૂચ : દહેજ પોર્ટને જોડતી ભરૂચ – દહેજ રેલવે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગસરતો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ – ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે 35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઇકો પસારથઇ રહી હતી ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારણો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 13, 2024 10:00 AM